બાળ કાવ્ય સંપદા/ગાવલડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આકાશે ચમકે તારા

ગાવલડી
(1923)

ગોરી ગોરી ગાવલડી,
દૂધ આપે એ માવલડી,
રંગે ધોળી, રાતી, ભૂરી,
ચરતી ચારો વાટલડી.

ગોરીનો ગોવાળ કનૈયો,
ફરતો દિવસ–રાતલડી.
લાડ-પાડ કરતી એ હેતે,
ધવડાવે છે વાછલડી.

મારી બા—ને બેની, સૌએ,
પૂજે રસ્તે ગાવલડી.
મારી બાને મેં પૂછ્યું'તું,
કેમ પૂજે છે ગાવલડી ?

`ધરતી પરની માતા છે એ-
ધોરી જનેતા ગાવલડી’.