બાળ કાવ્ય સંપદા/કોણ કહે છે ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કોણ કહે છે ?

લેખક : ઉદયન ઠક્કર
(1955)

કોણ કહે છે શરદી છે ?
આ તો નસકોરાંની બન્ને સડકો ઉપર ગરદી છે !
કોણ કહે છે ખાંસી છે ?
આ તો ખાલી શ્વાસનળીને એક મિનિટની ફાંસી છે !
કોણ કહે છે છીંકાછીંક છે ?
આ તો નિશાળમાં ગુટલીને માટે મારી ખાસ ટ્રિક છે !
કોણ કહે છે હેડકી છે ?
આ તો ગળચીની વચ્ચોવચ ફસાઈ ગયેલી દેડકી છે !
કોણ કહે છે ઓડકાર છે ?
આ તો પેટ કહે છે, 'એ...લ્યા. બસ કર, બસ કર !
શું વિચાર છે ?’