બાળ કાવ્ય સંપદા/દાદીને રસગુલ્લે તોલો
Jump to navigation
Jump to search
દાદીને રસગુલ્લે તોલો
લેખક : ઉદયન ઠક્કર
(1955)
અહીંયાં પણ ગોતો, ને તહીંયાં પણ ગોતો
ક્યાંય નથી દાદીનો જોટો રે
ચંપો-ચમેલી નથી, જાઈ નથી, જૂઈ નથી,
દાદી તો હસતો ગલગોટો રે !
દાદીની કિંમતને આંકવી જો હોય, તો
દાદીને રસગુલ્લે તોલ્લો રે !
દાદી જો આવે તો તાજગીયે આવે
દાદી તો વાયરાનો ઝોલ્લો રે
ઊઠતાંયે થાકે ને બેસતાંયે થાકે
મેમસા’બ તો તકલાદી રે
ડાકલિયું બોખું ને દલ્લ સાવ ચોખું
આખરે તો કોની એ દાદી રે !
ઘરમાં જે મ્હેક છે એ દાદીની મ્હેક છે
દાદી તો અત્તરની બાટલી રે !
દાદીના માનમાં રે કાઢીશું મોરચા
મારીશું ઈસ્કૂલમાં ગાટલી રે !
છોકરાંવનાં ખાનગી દખસુખ પણ જાણતી
સી.આઈ.ડી. છે ? કે છે દાદી રે ?
કોઈ કોઈ રાતમાં, કહે વાતવાતમાં
“મેં તો જાવાની ટિકિટ ફાડી રે...