zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ખુલ્લામાં જઈ રમીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખુલ્લામાં જઈ ૨મીએ

લેખક : રાજેન્દ્ર શાહ
(1913-2010)

ઘરમાં ગોઠે નહીં અમોને,
ખુલ્લામાં જઈ રમીએ;
પંખીના ટહુકે હોકારો દઈ,
અહીં-તહીં ભમીએ.
કાન ઉપરના વાળે પીળાં
આવળનાં ફૂલ ધરીએ;
વાડ-થોરના કાંટા વાગે
ભૂલ કદી જો કરીએ.
પીડા એની નહીં, થાક નહીં,
કોઈ વાત નહીં નડતી;
દિવસ ઊતરી જાય, ન એની
ખબર જરીયે પડતી.
ઘરે આવીએ પાછા, ત્યાં તો
લાગે ભૂખ કકડીને;
દહીં-ઢેબરું મળતાં, મ્હોં પર
સુખ સોહે મલકીને.