zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ચાંદલાને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાંદલાને

મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ
(1910-1975)

ધીમે ધીમે નીચે તું આવ :
ઓ ચાંદલા! નીચે તું આવ.
તારી તે હોડલી તું લાવ :
ઓ ચાંદલા! નીચે તું આવ.

રોજ રોજ રાત પડે જોતી તુજ વાટડી;
આભલાની સાથે જોઈ થાકી છે આંખડી.
પરીઓની વાત કૈં સુણાવ :
ઓ ચાંદલા! નીચે તું આવ.

તારી સાથે ખેલવાના મુજને કૈં કોડ છે;
આવી ને દેખ જરા કેવી તુજ જોડ છે.
નાનકડી બ્હેનને રીઝાવ :
ઓ ચાંદલા! નીચે તું આવ.

આભલાના બાગમાંથી થોડા તું તારલા;
લાવજે હો ગૂંથવાને વેણીમાં વીરલા!
મારું આ આંગણું શોભાવ :
ઓ ચાંદલા! નીચે તું આવ.