બાળ કાવ્ય સંપદા/વીરને
Jump to navigation
Jump to search
વીરને
મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ
(1910-1975)
આવ રે વીર! ખુશીથી ખેલવા;
આવ રે વીર! આજે કલ્લોલવા.
તારી કાલી કાલી વાત :
તારી કુમળી શી જાત :
ગાલે ગુલાબી ફૂલ ભાત : આવ રે.
બોલ રે વીર! મુખેથી મીઠડું;
બોલ રે વીર! આજે રસિકડું.
જેવો આભલાનો ચંદ :
તેવો મલપંતો મંદ :
દેખી ઊપજે આનંદ. આવ રે.
આપું હું વીર! સુંઘવાને ફૂલડાં;
આપું હું વીર! પીવાને દૂધડાં.
ચમક ચમકંતાં નેણ :
બોલે બુલબુલશાં વેણ :
હું તો બુલબુલની બ્હેન. આવ રે.
ઝૂલાવું વીર! આંબાની ડાળીએ;
ઝૂલાવું વીર! અંતરની વાડીએ.