બાળ કાવ્ય સંપદા/પરમેશ્વરની પ્રાર્થના
Jump to navigation
Jump to search
પરમેશ્વરની પ્રાર્થના
લેખક : દલપતરામ
(1820-1898)
(દોહરા)
ઓ ઈશ્વર તું એક છે, સરજ્યો તેં સંસાર;
તારા સારા શોભીતા, સૂરજ ને વળી સોમ;
અમને અદકાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર;
કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ;