બાળ કાવ્ય સંપદા/જંબો જંબો હાથીડો
Jump to navigation
Jump to search
જંબો જંબો હાથીડો
લેખક : રમણલાલ સોની
(1908-2006)
હું જંબો જંબો હાથીડો !
હું ધીરે ધીરે ચાલું છું,
ને ઝીણી આંખે ભાળું છું,
હું જંબો જંબો હાથીડો !
હું લાંબા નાકે જમું છું,
ને નાકથી દડો રમું છું,
હું જંબો જંબો હાથીડો !
હું કાનનો વીંઝણો કરું છું,
ને દાંતની પાલખી કરું છું,
હું જંબો જંબો હાથીડો !