બાળ કાવ્ય સંપદા/પુષ્પની પ્યાલી
Jump to navigation
Jump to search
પુષ્પની પ્યાલી
લેખક : રમણલાલ સોની
(1908-2006)
પુષ્પની પ્યાલીમાં રંગ કોણે પૂર્યો ?
કોણ એ હાથ ને કોણ પીંછી ?
ક્ષુદ્ર તંબૂરમાં મંત્ર કોણે ભર્યો ?
કોણ એ શબ્દ ને કોણ લિપિ ?
વહત સરિતા મહીં નૃત્ય કોણે ભર્યું ?
કોણ મૃદંગ ને ખંજરી એ ?
પર્ણમાં, તૃણમાં દર્દ કોણે ભર્યું ?
કોણ મધુ વેરતી મંજરી એ ?
પહાડમાં આવડું ધૈર્ય કોણે ભર્યું ?
દૃષ્ટિમાં આવડી સૃષ્ટિ કયાંથી ?
ટચૂકડા જીવની ટચૂકડી છાતીમાં
સ્નેહની આવડી વૃષ્ટિ કયાંથી ?