બાળ કાવ્ય સંપદા/ઝરણાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઝરણાં

લેખક : તથાગત પટેલ
(1942)

ટાબરિયાં સમ ન્હાતાં ઝરણાં
કલકલ કરતાં ગાતાં ઝરણાં,
દોડાદોડી – પકડાપકડી,
શોધીને સંતાતાં ઝરણાં,
ઊંચે નીચે કૂદંકૂદા
અથડાતાં પછડાતાં ઝરણાં,
ખીણોમાં ને મેદાનોમાં
ખોવાતાં છલકાતાં ઝરણાં,
ચોમાસામાં મોટાં થાતાં,
ઉનાળે કરમાતાં ઝરણાં,
રમતાં રમતાં આગળ વધતાં
તરસ્યાંને જળ પાતાં ઝરણાં,
પાસે જાતાં સ્વાગત કરતાં
બાળકથી હરખાતાં ઝરણાં.