બાળ કાવ્ય સંપદા/દરિયો એ લાવ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દરિયો એ લાવ્યા

લેખક : જિતેન્દ્ર પ્રજાપતિ
(1987)

આંગણામાં પંખીઓ ચણવાને આવ્યાં;
કલ૨વનો જાણે કે દરિયો એ લાવ્યાં...(૨)

આંગણામાં...



ટેહૂક... ટેહૂક કરતા મોરલાઓ આવ્યા;
મોરલાઓ આવ્યા, સાથ ઢેલને લાવ્યા...(૨)

આંગણામાં...



રામ રામ કરતા બે પોપટ પણ આવ્યા;
પોપટ તો આવ્યા, સાથ મેનાને લાવ્યા...(૨)

આંગણામાં...



સફાઈ કરતા ઓલ્યા કાગડાઓ આવ્યા
કાગડા તો આવ્યા, સાથ કાગડીને લાવ્યા...(૨)

આંગણામાં...



શાંતિના દૂત એવાં કબૂતર આવ્યાં;
કબૂતર આવ્યાં, સાથ કબૂતરીને લાવ્યાં...(૨)

આંગણામાં...



ચકચક કરતા ચક્કાઓ આવ્યા;
ચક્કાઓ આવ્યા સાથ ચકલીઓને લાવ્યા. .(૨)

આંગણામાં...