બાળ કાવ્ય સંપદા/પરપોટો (૨)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પરપોટો

લેખક : કરસનદાસ લુહાર
(1942)

જળમાં જાગ્યો પરપોટો
જાણે ખીલ્યો ગલગોટો !
પરપોટો તો તડકાયો,
તડકે તબકી મલકાયો.
પરપોટો તો જળજળ જળજળ,
પરપોટો તો ઝળહળ ઝળહળ !
પરપોટો પાણીનો કાચ,
એવું લાગે સાચોસાચ.
ને પરપોટો પોલો,
જોવા આવ્યો હોલો !
હોલાને તો અચરજ થાય,
પાણીમાં આ શું દેખાય ?
હોલે મારી ચાંચ,
ફૂટ્યો જળનો કાચ.
પરપોટો પાણીમાં ગુમ,
હોલો કરતો બૂમાબૂમ !