બાળ કાવ્ય સંપદા/મજા પડી ભૈ મજા પડી !
Jump to navigation
Jump to search
મજા પડી ભૈ મજા પડી !!
લેખક : કરસનદાસ લુહાર
(1942)
શેરી સુધી પાણી આવ્યાં,
મજા પડી ભૈ મજા પડી !
નદી, નવાણો તાણી લાવ્યાં,
મજા પડી ભૈ મજા પડી !
છપાક્ ને છબછબ દોડીએ,
મજા પડી ભૈ મજા પડી !
તરતી કાગળની હોડીએ
મજા પડી ભૈ મજા પડી !
વાદળટોળાં ફરવા નીકળ્યાં,
મજા પડી ભૈ મજા પડી !
જળમાં જળ થૈ તરવા નીકળ્યાં,
મજા પડી ભૈ મજા પડી !
નાનકડો દરિયો આ શેરી,
મજા પડી ભૈ મજા પડી !
ને શેરી ખળખળતી ઘેરી,
મજા પડી ભૈ મજા પડી !
શેરી સુધી આવ્યાં પાણી
મજા પડી ભૈ મજા પડી !
પાણી તો ખળખળતી વાણી
મજા પડી ભૈ મજા પડી !