બાળ કાવ્ય સંપદા/પી-પી ગાડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પી—પી ગાડી

લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)

આઘા ખસો, આઘા ખસો,
પી-પી ગાડી આવે છે;
આડીઅવળી દોડે નહીં,
પાટા ધમધમાવે છે.

લીલી ધજા ફરફરે,
શી ઇ ઇ.... સીટી વાગે છે;
છુક-છુક-છુક-છુક ધમ-ધમ કરતી,
આઘે કેવી ભાગે છે !

દાદા આવો, દાદી આવો,
ઝટપટ ઝટપટ બેસી જાઓ.
પપ્પા-મમ્મી જલદી જલદી
શે'ર-શે'રની સેર લગાઓ.

મનમગતા મહેમાનો કેવા,
મીઠા મેવા લાવે છે;
બરફી પૂરી ઘેબર ઘારી,
અમને સહુને ભાવે છે.