બાળ કાવ્ય સંપદા/મીની માસી
Jump to navigation
Jump to search
મીની માશી
લેખક : રમણલાલ સોની
(1908-2006)
હું છું મીની માશી,
મારું ગામ મથુરા-કાશી !
આવો, બુઢ્ઢા-બુઢ્ઢી આવો,
આવો બાળક બાળકી,
મલાઈ લાવો, માખણ લાવો,
લાવો ઘીની વાડકી
તાજા દૂધનો હાંડો લાવો,
ને જુઓ અમારી ખાયકી !
હું છું મીની માશી,
મારું ગામ મથુરા-કાશી !