બાળ કાવ્ય સંપદા/પોપટ

પોપટ

લેખક : દલપતરામ
(1820-1898)

પોપટ બેઠો પાંજરે,
બોલે મીઠા બોલ;
સુણતાં મનમાં સર્વને,
ઊપજે હરખ અતોલ.
કોટે કાળો કાંઠલો,
નમણું રાતું નાક;
અંગે લીલા રંગનો,
ધારે ધણીની ધાક.
મીઠું બોલે મનુષ્યને,
ઊપજે હેત અથાગ;
પોપટ પાળે પ્રીતથી,
કોઈ ન પાળે કાગ.