બાળ કાવ્ય સંપદા/બાલપ્રાર્થના
Jump to navigation
Jump to search
બાલપ્રાર્થના
લેખક : દલપતરામ
(1820-1898)
ઓ ઈશ્વર ભજીએ તને,
મોટું છે તુજ નામ.
ગુણ તારા નિત ગાઈએ,
થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું,
રાખ સદા દિલ સાફ.
ભૂલ કદી કરીએ અમે,
તો પ્રભુ કરજે માફ.