બાળ કાવ્ય સંપદા/ફુગ્ગો
Jump to navigation
Jump to search
ફુગ્ગો
લેખક : રમેશ પારેખ
(1940-2006)
કોઈ પાળે કૂરકૂરિયું તેા કોઈ પાળે ગાય
ભાઈ, ભાઈ, ભાઈ, મેં તેા ફુગ્ગો પાળેલ છે
ફુગ્ગામાંથી બને કબૂતર
ફુગ્ગામાંથી ચક્કો
ફુગ્ગામાંથી બનતેા જોકર
એને માથે ટક્કો
દોરી બાંધી ઉડાડીએ તો અધ્ધર અધ્ધર જાય
ભાઈ, ભાઈ, ભાઈ મેં તો ફુગ્ગો પાળેલ છે
પપૂડા પર ફુગ્ગો બાંધું
તો વાજું થઈ જાય
પૈડા પર જોડું તો
મારી સાઇકલ સ્કૂટર થાય
ખિસ્સામાં મૂકું તો છાનોમાનો બેસી જાય
ભાઈ, ભાઈ, ભાઈ, મેં તો ફુગ્ગો પાળેલ છે.