બાળ કાવ્ય સંપદા/ભીંડો ભાદરવા તણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભીંડો ભાદરવા તણો

લેખક : દલપતરામ
(1820-1898)

ભીંડો ભાદરવા તણો, વડને કહે સુણ વીર,
સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવર તીર;
તું જા સરવર તીર, સુણી વડ ઉચર્યો વાણી,
વીતે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી;
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.