બાળ કાવ્ય સંપદા/બાળ રૂપાળાં હોં !
Jump to navigation
Jump to search
બાળ રૂપાળાં હો !
લેખક : રમણલાલ વ્યાસ
(1921)
અમે તો બાળ રૂપાળાં હો !
અમે તો ઘર અજવાળાં હો !
રમતાં ગાતાં ગીતો ગમતાં સહુને કામણગારાં,
ગુલાબ જેવી લાલી, ફૂલડાં જેવી ફો૨મવાળાં,
અમે તો ફૂલ સુંવાળાં હો !
અમે તો બાળ રૂપાળાં હો !
ઝરણાં જેવા હસતાં, ‘કલ કલ’ ગાતાં પંખી જેવાં,
પવન સમા ફરતા છુટ્ટા ત્યાં ડર કે ભય તે કેવાં ?
અમે સૌ આશાવાળા હોઃ
અમે તો બાળ રૂપાળાં હો.
અંતરમાં તો હોંશ હમેશાં ચેતન જોમ ફુવારા,
મુક્ત બનીને મુક્ત રહીશું ભાવો એ જ અમારા.
અમારા મસ્ત ઉછાળા હો !
અમે તો બાળ રૂપાળાં હો !