બાળ કાવ્ય સંપદા/બિલાડીની સાડી
બિલાડીની સાડી
લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)
એક બિલાડી જાડી
પહેરી તેણે સાડી.
સાડી ઉપર ફૂલ,
રેશમની છે ઝૂલ,
ફૂલ લાલ ગુલાબી,
સાડી છે પંજાબી.
બિલ્લી કરે વિચાર :
‘કરું હવે શિકાર.’
પણ સાડીનો અરે !
આ તે કેવો ભાર !
ડોકાયો ત્યાં ઉંદર
સાડી દેખી છૂમંતર !
બિલ્લી પીછો કરે
સાડી વચમાં નડે,
ફેંકી દઈ તે દૂર
બની તે હલકીફૂલ.
‘મૂરખ હું તો ઠરી,
ખોટી નકલ કરી !’
બોલી એમ કરતી ‘હાશ !’
બિલ્લી જોતી ચારે પાસ
ઉંદરની કરે તલાશ.