બાળ કાવ્ય સંપદા/રમવા દો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રમવા દો

લેખક : રશીદ મુનશી
(1939)

સાગર સરિતા ઝરણાં સંગે
કલકલ નાદે રમવા દો
સાંજ સવારે આભને આંગણ
કલરવ ગીતો ઝીલવા દો
ખેતરશેઢે આંબા ડાળે
હીંચી હીંચી ઝૂલવા દો
બાગ બગીચે વનને રસ્તે
કુદરત ખોળે ભમવા દો
અહીં તહીં ઘર ઓ૨ડામાં
તોફાન મસ્તી કરવા દો
હસતાં હસતાં ગાતાં ખાતાં
દોસ્તો સાથે ભણવા દો
કામ અમારાં સમજી વિચારી
અમારે હાથે કરવા દો