< બાળ કાવ્ય સંપદા
લેખક : રશીદ મુનશી(1939)
કુદરતનું નાજુક નમણું, નજરાણુ છે હરણું ! વન-વગડાનું રૂમઝૂમતું, ઘરેણું છે હરણું ! લોભામણી કાયાથી શોભે, સોનલવરણું છે હરણું ! અણિયાળી આંખો ને શિંગો, સોહામણું છે હરણું ! ડુંગરટોચે થનગન થનગન, મનગમતું છે હરણું !