બાળ કાવ્ય સંપદા/લે ને તારી લાકડી

લે ને તારી લાકડી

લેખક : મીરાંબાઈ
ઈ. સ. 15મી સદી ઉત્તરાર્ધ

લે ને તારી લાકડી
ને લે ને તારી કામળી,
ગાય ચારવા નહિ
જાઉં મારી માવડી.
માખણ તો બળભદ્રે ખાધું,
અમને મળી’તી ખાટી છાશલડી... લે ને તારી૦
વૃંદાવનને મારગ જાતાં
પગમાં ખૂંચે ઝીણી કાંકરડી... લે ને તારી૦
દાદુર મોર પપૈયા બોલે
અમને કહે કાળી કરસનડી... લે ને તારી૦
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણકમળ ચિત્ત રાખલડી.... લે ને તારી૦