લેખક : માણેકલાલ પટેલ
(1935)
કોઈ ઊંચેરા ડુંગરાથી
શ્રાવણ વરસ્યાં કરે.
જાણે સાગર છલક્યો ફોરે
શ્રાવણ વરસ્યાં કરે.
કોઈ ઝૂકેલાં ઝાડવાંથી
શ્રાવણ વરસ્યાં કરે.
જાણે કિરણો ખોસ્યાં પાઘે
શ્રાવણ વરસ્યાં કરે.
કોઈ આભઅટારીએથી
શ્રાવણ વરસ્યાં કરે.
જાણે રાત રમતી દહાડે !
શ્રાવણ વરસ્યાં કરે.