zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/હંબો હંબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હંબો હંબો

લેખક : માણેકલાલ પટેલ
(1935)

અગડંબગડં અડખેપડખે
હંબો હંબો.
અડૂકદડૂક રમતેગમતે
હંબો હંબો.
અદલોબદલો અડિયોપડિયો
હંબો હંબો.
અલ્લકદલ્લક હજાર હુડિયો
હંબો હંબો.
તડાકભડાક કરતાં મમતે
હંબો હંબો.
અડાવપડાવ ચડતેપડતે
હંબો હંબો.
અટકેમટકે તરવો દરિયો
હંબો હંબો.
જોરાવર હું બમણો બળિયો
હંબો હંબો.