બાળ કાવ્ય સંપદા/સર્વવ્યાપક ઈશ્વર વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સર્વવ્યાપક ઈશ્વર વિશે

લેખક : દલપતરામ
(1820-1898)

(ચોપાઈ)

આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસચારાની પાસ પણ, વિશ્વપતિનો વાસ.
ભોમાં પેસી ભોંયરે, કરીએ કાંઈ વાત;
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કામ;
ક્યાંયે જગકર્તા વિના, ઠાલું ન મળે ઠામ.