બાળ કાવ્ય સંપદા/સાચના સિપાઈ

સાચના સિપાઈ

લેખક : ન્હાનાલાલ
(1877-1946)

સાચના સિપાઈ
અમે તો સાચના સિપાઈ !
સાચ અમારી તલવારો ને

સાચની બાંધી સગાઈ :
અમે૦



જુઓ, અમારી ધજા ફરફરે,
સાચની લહેરો વાઈ;
સુણો અમારાં બ્યૂગલ વાગે,

સાચની હાક છવાઈ :
અમે૦



સાચ અમારા લડવૈયા તે
લડશે સાચ લડાઈ
જાગે સાચનું લશ્કર સઘળે

આવો તમેય ભાઈ :
અમે૦