ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૨) શ્રી શંકુકનો મત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૧૨) શ્રી શંકુકનો મત : (પૃ.૭૬)

મમ્મટ એમનો મત આ પ્રમાણે રજૂ કરે છે : राम एव अयम्, अयम् एव राम इति, न रामोऽयम् इति औतरकालिके बाघे रामोऽयम् इति, रामः स्याद् वा न वाऽयम् इति, रामसदशोऽयम् इति च सम्यङ्मिथ्यासंशयसादश्यप्रतीतिभ्यो विलक्षणा चिततुरगादिन्यायेन रामोऽयम् इति प्रतिपत्त्या ग्राह्ये नटे

सेयं ममाङ्गेषु सुधारसच्छटा सुपूरकर्पूरशलालिका दशोः ।
मनोरथश्रीर्मनसः शरीरिणी प्राणेश्वरी लोचनगोचरं गता ।।
दैवादहमद्य तया चपलायतनेत्रया वियुक्तश्च ।
अविरलविलोलजलदः कालः समुपागतश्चायम् ।।

इत्यादि काव्यानुसंघानबलात् शिक्षाभ्यासनिवर्तितस्वकार्यप्रकटनेन च नटेन एव प्रकाशितैः कारणकार्यसहकारिभिः कृत्रिमैरपि तथाऽनभिमन्यमानैः विभावादिशब्दव्यपदेश्यैः संयोगाद् गम्यगमकभावरूपाद् अनुमीयमानोऽपि वस्तुसौन्दर्यबलाद् रसनीयत्वेन अन्यानुमीयमानविलक्षणः स्थायित्वेन संभाव्यमानो रत्यादिर्भावः तत्र असन् अपि सामाजिकानां वासनया चर्व्यमाणः रस इति श्रीशङ्कुकः । મમ્મટે શંકુકના મતને કેવળ ‘અનુમિતિવાદ’ તરીકે રજૂ કર્યો છે. અભિનવે શંકુકનો મત જે રીતે રજૂ કર્યો છે તે પરથી સમજાય છે કે એમના મતનું મુખ્ય તત્ત્વ અનુમાન નહિ પણ ‘અનુકરણ’ છે. નટ દ્વારા અનુકૃત સ્થાયી તે રસ. આમ લોલ્લટથી આગળ જઈ શંકુક એટલું તો વિચારી શકે છે કે કાવ્ય-નાટકમાં સ્થાયીનું કંઈક રૂપાંતર થાય છે. સામાજિકની પ્રતીતિને, ભલે વિલક્ષણ પ્રાકરનો અને ચર્વણાયુક્ત પણ, અનુમાનવ્યાપાર એ ગણે છે એ એમના મતની કચાશ છે.