ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૩) કાવ્યલક્ષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૨૩) કાવ્યલક્ષણ : (પૃ.૧૮૩)

કાવ્યના સ્વરૂપને એક કરતાં વધુ દૃષ્ટિકોણથી જોવાના પ્રયત્ન લેખે નીચેની વ્યાખ્યાઓ નોંધપાત્ર છે. કવિવર ટાગોરે ‘to give a rhythmic expression to life on a colourful background of imagination’ એમ કહી કવિતાનું વર્ણન કર્યું છે. શ્રી મણિલાલ ન. દ્વિવેદીની વ્યાખ્યામાં કાવ્યશાસ્ત્રના ભિન્ન ભિન્ન સિદ્ધાંતોનો સમન્વય કરવાની વૃત્તિ દેખાય છે : ‘કાવ્યનું કાવ્યત્વ ધ્વનિ, ભાવ, અલંકાર, શબ્દૌચિત્ય તથા અવલોકન દ્વારા મનોહર બોધમાં રહ્યું છે.’[1] પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉપાદાન, અસર અને કવિવ્યાપાર એ ત્રણે દૃષ્ટિએ કાવ્યસ્વરૂપને અવલોકે છે ; ‘ઈષ્ટ અને સમગ્ર રીતે ઉપલબ્ધિ અને પ્રેરણા બનેલા અર્થનું સંપૂર્ણ સંવહન અથવા પ્રતિપાદન કરતી લયાન્વિત વાણી તે કવિતા. એવા પ્રતિપાદનમાં તદાકારતા દ્વારા થતી અનુભાવનાનો નિસ્યંદ અવસ્થિતિ. એ પ્રતિપાદનની સર્જક પ્રતિભા એટલે ઉત્કટ વેદનશાલિતવ; વસ્તુઓ વચ્ચે અપૂર્વ સંબંધ જોવાની ઉદાર અને સૂક્ષ્મ પ્રજ્ઞા, અસાધારણ કૌશલથી लीलया इव તે દાખવવાની વૃત્તિ.’૨[2]


  1. ૧. ‘સુદર્શન ગદ્યાવલિ’ : પૃ.૯૩૭
  2. ૨. ‘પરિશીલન’ : પૃ.૧૩૪