મંગલમ્/તારા રાસડાનો
રાસ–ગરબા
તારા રાસડાનો
તારા રાસડાનો
તારા રાસડાનો રંગ મને લાગ્યો માણા રાજ રે, (૨)
જેવો સીમડીએ ઢોલ ઢબૂક વાગ્યો માણા રાજ રે,
તારા રાસડાનો રંગ મને લાગ્યો૦
ગામને ગોંદરે,
ચોરે ને ચોતરે,
એના પડઘાનો ઘોરશોર ગાજ્યો માણા રાજ રે,
તારા રાસડાનો રંગ મને લાગ્યો૦
કેસરિયો ખેસ એનો વરણાગી વેશ,
અંગરખું ઓપતું ને વાંકડિયા કેશ,
મારા આયખાનો આતમડો જાગ્યો માણા રાજ રે,
તારા રાસડાનો રંગ મને લાગ્યો.