મંગલમ્/દૂરે દૂરેથી…


દૂરે દૂરેથી…



દૂરે દૂરેથી…

દૂરે દૂરેથી કોઈ વેણુ વાગે,
વેણુ વાગે ને સૂણી સૂરતા જાગે… દૂરે.
લહેરિયે લહેરિયે લહેરતી નીકળે, સૂરતણી રાગ અસવારી,
ધીમે ધીમેથી મારી હૈયાની કુંજમાં, વેરણ બનીને વસનારી,
સોનેરી સોણલે પોઢેલી નીંદરા, ઝબકંતી જાગતી ભાગી… દૂરે.
પાંદડે પાંદડે જંપ્યાં’તાં ઝાંડવાં ને,
જંપી’તી રાત અંધારી, પાંપણે પાંપણે ઝૂલતું કોણ રે,
આવી જ્યાં ગત ગાંધારી,
હૈયામાં સૂરના સહેવાતા જાય તોયે,
મીઠપની લગની લાગી… દૂરે.

— અજ્ઞાત