આવી ન રાતભર નીંદ, ઊઠી સવારે અર્ધાં બીડેલ નયને નીરખ્યું નભે તો જોયું વિવર્ણ વદ ચોથનું ચન્દ્રબિંબ ત્યાં પશ્ચિમે; ઘડીક ભ્રાન્ત મને થયું: શું મારું જ વ્યક્ત મુખ આભની આરસીમાં!