મર્મર/વ્હેલી સવારે


વ્હેલી સવારે

વ્યોમ વ્હેલી સવારનું:
થોડાક તારા ને વિવર્ણ શશીકલા;
દેવકન્યાનું પૂરું વ્રત જાગરણ,
કલાન્ત મુખથી રશ્મિઓ સ્ફુરતા ફિકા,
ને પડ્યા વેરાયેલા
આજુબાજુ તારલાના પાંચિકા.