સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઘટ ઘટમાં તું રામ

૪. ઘટ ઘટમાં તું રામ

નર્મદાશંકર

ઘટ ઘટમાં તું રામ.
રામ ઉપજાવે, રામ બચાવે,

મારે તે પણ રામ, – રામ રામ રે.
ઘટ ઘટ૦


રામ સુમતિ દે, રામ કીરતિ દે,

દે મુક્તિ પણ રામ, – રામ રામ રે.
ઘટ ઘટ૦


રામ ભીતરમાં, રામ બહિરમાં,

સહુનો સાથી રામ, – રામ રામ રે.
ઘટ ઘટ૦

સ્વાધ્યાય

૧. નર્મદે કરેલું પ્રભાતનું વર્ણન તમારા શબ્દોમાં આપો. આ કાવ્યમાંથી વર્ણ-સગાઈનાં બને તેટલાં ઉદાહરણો આપો.
૨. શંખનાદ શું સૂચવે છે તે સંબંધી કવિ કઈ કઈ શંકાઓ રજૂ કરી છેવટે તેમાંથી કયો સંદેશ તારવે છે તે જણાવો.
૩. સાચા સુખની નર્મદની કલ્પના વર્ણવી, એ કાવ્યમાંની કેટલીક સારી પંક્તિઓ બતાવો.
૪. રામનો મહિમા કવિ કેવી રીતે વર્ણવે છે તે જણાવો.