સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝમકાર

ઝમકાર

નરસિંહ મહેતા

સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;

નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.
સખી૦



વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊતરે સાખ;

કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ.
સખી૦



આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ;

નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ.
સખી૦