સાહિત્ય પલ્લવ – ભાગ ૨/રાસલીલા
Jump to navigation
Jump to search
૪. રાસલીલા
નરસિંહ મહેતા
વહાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ.
રૂડું જમનાજીનું તીર કે ત્રટ રળિયામણું રે લોલ.
રૂડી શરદ પૂનમની રાત કે, સુંદર સોહામણી રે લોલ.