સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સ્વામી આનંદ

સ્વામી આનંદ

[બ્રહ્મદેશમાંની પ્રચલિત બૌદ્ધ કથાઓમાંનું આ એક રૂપક છે. એચ. ફિલ્ડિંગ હોલના ‘સોલ ઑફ એ પીપલ’ નામના એક અંગ્રેજી પુસ્તકના એક પ્રકરણનો આધાર લઈ લેખકે એ લખ્યું છે. જીવન જીવવાની જે દૃષ્ટિ આ રૂપક રજૂ કરે છે તે તો એનો મહત્ત્વનો અંશ છે જ, પણ એ દૃષ્ટિ જે વાણીમાં રજૂ થઈ છે, અને એ વાણી જે ચિત્રો ખડાં કરે છે, અને એ ચિત્રો ચિત્તમાં જે અનેકવિધ ઊર્મિઓ જગાડે છે, અને પરિણામે કોઈ ઉત્તમ કાવ્ય વાંચ્યાને અન્તે જેવો સુખદ અનુભવ મનમાં જડાઈ રહે છે તેવી જ લાગણી આપણને થાય છે. આખો લેખ એક સુંદર ગદ્યકાવ્ય જેવો છે. એમાંનું વન, શિખર, કાળ અને તેની ચાબુક વગેરે રૂપકો સહેજે સમજાય એવાં છે, અને કોઈની પણ મદદ લીધા વિના એ રૂપકો બરોબર સમજાય તો એ પણ આ વર્ણનને વધુ સારી રીતે માણવાનો એક સીધો માર્ગ છે.]