સોરઠી સંતવાણી/ક્રિયાશુદ્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્રિયાશુદ્ધિ

વચન સુણીને બેઠાં એકાંતમાં ને
સુરતા લગાડી ત્રાટક માંય રે,
સંકલ્પ વિકલ્પ સરવે છૂટી ગયા ને
ચિત્ત લાગ્યું વચનુંની માંય રે —
ભાઈ રે! ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે ને
જમાવી આસન એકાંત માંય રે,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયોને
વરતે છે એવાં વ્રતમાન રે. — વચન.
ભાઈ રે! ચંદ્રસૂરજની નાડી જે કહીએ ને
તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે રે
એથી આવી ગઈ છે સાન રે. — વચન.
ભાઈ રે! ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને
પ્રકટ્યું નિરમળ જ્ઞાન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન.

[ગંગાસતી]