સોરઠી સંતવાણી/ચક્ષુ બદલાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચક્ષુ બદલાઈ

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી ને
ફળી ગઈ પૂરવની એને પ્રીત રે,
ટળી ગઈ અંતરની આપદા ને
પાળી સાંગોપાંગ રૂડી રીત રે —
ભાઈ રે! નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો ને
ગયો પશ્ચિમ દિશ માંય રે
સુરતા ચડી ગઈ સૂનમાં ને રે
ચિત્ત માંહી પુરુષ ભાળ્યા ત્યાંય રે. — ચક્ષુ.
ભાઈ રે! અવિગત અલખ અખંડ અનાશ ને
અવ્યક્ત પુરુષ અવિનાશ રે,
ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ ને હવે
મટી ગયો જનમનો ભાસ રે. — ચક્ષુ.
ભાઈ રે! ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આપદા ને
કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે
ગંગાસતી એમ બોલિયાં ને
આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે. — ચક્ષુ.

[ગંગાસતી]