સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/દિલાવર લોકસંસ્કાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દિલાવર લોકસંસ્કાર

સોરઠી લોકસંસ્કારને હું ‘દિલાવર’ શબ્દે ઓળખાવું છું તેની પાછળ મારું આવાં ધર્મપાત્રોનું ને થાનકોનું દર્શન છે. હવે તમે જ મને કહો, કોઈ પણ જવાબ આપો, ગીગાભગતની તવારીખને જૂની, જુનવાણી ગણશો? કે નિત્ય નવી? જબાલાના પિતૃહીન પુત્ર જાબાલની કથા આપણા ઉપનિષદ-કાલના આર્ય ઇતિહાસનું સુવર્ણ-પાનું શોભાવે છે. લાખુના દીકરા ગીગલાને સંતપદે સ્થાપનાર સોરઠી લોકસમાજ એવું જ એક સુવર્ણ-પાનું નથી લખી ગયો શું?