હયાતી/૭૯. પ્રભુની પરમ ક્ષણોમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૯. પ્રભુની પરમ ક્ષણોમાં

મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં
અમલપિયાલી મળી.

જરા જરા પથ ઢળી અને મારગનો કેવો તોર,
સ્હેજ ગઈ છંટાઈ અને તરુવર પર કોળ્યા મ્હોર,
ગગન મહીં મીંચકારે નયણાં તારક,
તેમાં છાલક એની ઢળી.

બુંદ બે’ક નયણે ઊગ્યાં, શો ચખનો જુદો દમામ,
હૃદય મહીં એક બુંદ, કશો મતવાલો આતમરામ,
લાગણીઓ મુજ અંતરની લ્યો, સાવ અચાનક
ક્યાં ક્યાં જઈને હળી!

૨૮–૧૧–૧૯૭૧