હયાતી/૮૫. વિદાય
Jump to navigation
Jump to search
૮૫. વિદાય
સજન, મેં હસતાં લીધી વિદાય,
નયનમાં છલકાવી અરુણાઈ,
છતાં મન કહી રહે મલકાઈ
હવે બે આંખ મળે તો કહેજે.
સમયની મહામૂલી સોગાત
વીખરતી જાણે રાતોરાત,
ઊભરતી રહીરહીને એક વાત
કે હૈયું ક્યાંય હળે તો કહેજો.
ક્યાંક તું હતી, ક્યાંક તું હોત,
ફૂલ પર ઝીણું ઝાકળપોત,
સૂરજની સામે સળગે જ્યોત,
બરફ આ ક્યાંય ગળે તો કહેજે.
મિલન મેં વિરહભોમમાં વાવ્યું,
એ ફળ ક્યાંય ફળે તો કહેજે.
૧૯–૧૨–૧૯૬૯