હરીશ મીનાશ્રુની કવિતા/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદક-પરિચય


અજયસિંહ ચૌહાણ એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી. (નેટ) એસોશીએટ પ્રોફેસર સેન્ટર ફોર ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર, સ્કૂલ ઑફ લેંગ્વેજ, લિટરેચર ઍન્ડ કલ્ચર સ્ટડીઝ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત, ગાંધીનગર

પૂર્વ મહામાત્ર (રજીસ્ટ્રાર) ગુજરાત સાહિત્ય અકાદમી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

પૂર્વ સેનેટ સભ્ય ફેકલ્ટી ટીચર, ફેકલ્ટી ઑફ આટ્ર્સ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર

સભ્ય : ગુજરાતી ભાષા-સાહિત્ય, માર્ગદર્શન મંડળ, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હી

શૈક્ષણિક યોગદાન : આણંદની એન. એસ. પટેલ આટ્ર્સ કૉલેજમાં યુ.જી.સી.ના ઇનોવેટીવ કોર્સ એમ.એ. ગુજરાતી, ફોક ઍન્ડ ઇન્ડીજીનસ સ્ટડીઝનો અભ્યાસક્રમ તૈયાર કરનાર અને પ્રથમ કો-ઓર્ડિનેટર, લોકસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના સંશોધન-અધ્યયન-અધ્યાપન અભ્યાસક્રમ મેળવનાર ગુજરાતની પ્રથમ અને એકમાત્ર કૉલેજ.

પ્રકાશન : સર્જનાત્મક લેખન : ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘કુમાર’, ‘અખંડાનંદ’, ‘કંકાવટી’ જેવા સામયિકોમાં જુદી ઘાટીના પ્રવાસ નિબંધોનું લેખન. લેખો : ત્રીસથી વધુ અભ્યાસલેખો પ્રગટ થયા છે. પૂર્વ સંપાદક : ‘શબ્દસૃષ્ટિ’ તંત્રી : ‘પરબ’ પુસ્તકો : ૧. અમૃતલાલ વેગડનું પ્રવાસસાહિત્ય (વિવેચન) ૨. સર્વત્ર રમ્યા નર્મદા (સંપાદન) ૩. આધુનિકોત્તર કવિતા (વિવેચન) ૪. કલાવીથિ (સંપાદન) ૫. ગામ જવાની હઠ છોડી દે ૬. એક પારસી ગૃહસ્થની અમેરિકાની મુસાફરી (પ્રકાશકઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર) ૭. અદ્યતનનું અવલોકન (વિવેચન) પુરસ્કાર : ૧. ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી રમણલાલ જોશી શ્રેષ્ઠ વિવેચન પારિતોષિક, ૨૦૧૩, ‘આધુનિકોત્તર કવિતા’ પુસ્તકને. ૨. ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૧૩ શ્રેષ્ઠ વિવેચન પુસ્તક તૃતિય પારિતોષિક ‘આધુનિકોત્તર કવિતા’ માટે. ૩. યુવા ગૌરવ પુરસ્કાર, ૨૦૧૬ ગુજરાત સાહિત્ય અકાદમી

ગુજરાત સરકારના અનુદાનથી વિદેશ પ્રવાસ : ફિનલેન્ડની યુનિવર્સિટી ઑફ તૂર્કુ ખાતે શોધપત્રની રજૂઆત.