હરીશ મીનાશ્રુની કવિતા/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિનો પરિચય

હરીશ મીનાશ્રુ (હરીશ કૃષ્ણારામ દવે) જન્મતારીખ : ૩જી જાન્યુઆરી ૧૯૫૩ જન્મસ્થળ : આણંદ અભ્યાસ : એમ.એસસી. (કેમિસ્ટ્રી) કારકિર્દી : બૅન્કર, બૅન્ક ઑફ બરોડાના વરિષ્ટ શાખા પ્રબંધકના પદેથી વર્ષ ૨૦૦૧માં સ્વૈચ્છિક રીતે નિવૃત્ત
સર્જનસૃષ્ટિ : કાવ્યસંગ્રહો : ૧. ધ્રિબાંગસુંદર એણીપેરે ડોલ્યા (૧૯૮૮) ૨. તાંબૂલ (૧૯૯૯) ૩. તાંદુલ (૧૯૯૯) ૪. પર્જન્યસૂક્ત (૧૯૯૯) ૫. સુનો ભાઈ સાધો (૧૯૯૯) ૬. પદપ્રાંજલિ (૨૦૦૪) ૭. શબદમાં જિનકું ખાસ ખબરાં ૫ડી (૨૦૧૧) ૮. પંખીપદારથ (૨૦૧૧) ૯. બનારસ ડાયરી (૨૦૧૬) ૧૦. નાચિકેત-સૂત્ર (દીર્ઘકાવ્ય- ૨૦૧૭) પ્રકાશ્ય : જાસૂદ પર જોગિયાનો સૂર (ગીતસંગ્રહ) કાવ્ય સંકલન : ચૂંટેલી કવિતા : હરીશ મીનાશ્રુ (ગુજરાત સાહિત્ય અકાદમીની કાવ્યભાવન શ્રેણી અંતર્ગત) શ્રાવ્ય કાવ્યસંગ્રહ : કવિમુખે કાવ્યસંગ્રહ પઠન : પર્જન્યસૂક્ત (બીજી મૂલ્ય-સંવર્ધિત મુદ્રિત આવૃત્તિ ૨૦૧૧, સાથે સંલગ્ન કોમ્પેક્ટ ડિસ્ક) ભારતીય અને વિશ્વકવિતાના ગુજરાતી અનુવાદ : ૧. દેશાટન (વિશ્વકવિતાના અનુવાદ) (૨૦૧૧) ૨. હમ્પીના ખડકો (જ્ઞાનપીઠ વિભૂષિત કન્નડ કવિ શ્રી ચન્દ્રશેખર કમ્બારની કવિતાના અનુવાદ) સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રકાશિત (૨૦૧૩) પ્રકાશ્ય : દેશાવરી (વિશ્વકવિતાના અનુવાદગ્રંથ ‘દેશાટન’નો અનુગામી સંચય) આસ્વાદન લેખો-વ્યાખ્યાનો આદિનો સંચય : અથાતો કાવ્યજિજ્ઞાસા (૨૦૧૯) સંપાદનો : ૧. નખશિખ (૧૯૭૯) : આધુનિક ગુજરાતી ગઝલોનું સંપાદન, ‘સંદર્ભ’ મિત્રો સાથે ૨. શેષ-વિશેષ’૮૪ (૧૯૮૫) : વર્ષ ૧૯૮૪માં પ્રગટેલાં ઉત્તમ કાવ્યોનો સંચય, સુખ્યાત વિવેચક સ્વ. શ્રી પ્રમોદકુમાર પટેલ સાથે ૩. રૂપલબ્ધિ (૨૦૦૪) : વલ્લભવિદ્યાનગર ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્ર ૨૦૦૪ના પ્રસંગે નૈમિત્તિક પ્રકાશન
કવિનાં કાવ્યોના અનુવાદ સંચયો : A tree with a thousand wings : કાવ્યોના અંગ્રેજી અનુવાદનો સંચય, અનુવાદક ડૉ. પીયૂષ જોશી પ્રકાશ્ય : પદપ્રાંજલિ (કાવ્યોના હિન્દી અનુવાદનો સંચય, અનુવાદક પંડિત યોગેન્દ્રનાથ મિશ્રા)
પારિતોષિકો : (સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીનાં સન્માનો) ૧. દીર્ઘ કવિતા ‘શ્રાદ્ધ’ના સર્જન માટે રાઈટર ઇન રેસિડેન્સી ઍવોર્ડ ૨. હમ્પીના ખડકો (કન્નડ કવિ ચન્દ્રશેખર કમ્બારની કવિતાના અનુવાદગ્રંથ)ને સાહિત્ય અકાદેમી, દિલ્હીનું અનુવાદ પારિતોષિક, ૨૦૧૭ ૩. બનારસ ડાયરી (કાવ્યસંગ્રહ)ને સાહિત્ય અકાદેમી પુરસ્કાર, ૨૦૨૦
(સમગ્ર સર્જનાત્મકતાના ઉપલક્ષમાં) ૧. હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, ર૦૦૮ ૨. કલાપી ઍવોર્ડ, ૨૦૦૯-૧૦ (આઈ એન ટી પ્રેરિત) ૩. વલી ગુજરાતી ગઝલ-ઍવોર્ડ, ૨૦૧૩ ૪. નરસિંહ મહેતા ઍવોર્ડ, ૨૦૧૪ ૫. કાવ્યમુદ્રા વિનોદ નેઓટિઆ ઍવોર્ડ, ૨૦૧૮ ૬. નિરંજન ભગત મેમોરિયલ ઍવોર્ડ, ૨૦૨૦
(અન્ય ગ્રંથલક્ષી) ૧. ધ્રિબાંગસુંદર એણીપેરે ડોલ્યા (કાવ્યસંગ્રહ)ને (૧) ગુજરાતી સાહિત્ય પરિષદનું તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨) જયંત પાઠક કવિતા પુરસ્કાર ૨. શબદમાં જિનકું ખાસ ખબરાં પડી (ગઝલ સંગ્રહ)ને (૧) વર્ષ ૨૦૧૧ના સર્વશ્રેષ્ઠ ગઝલસંગ્રહનું ગુજરાતી સાહિત્ય પરિષદનું દિલીપ સી. મહેતા પારિતોષિક (૨) વર્ષ ૨૦૧૧-૧૨ના શ્રેષ્ઠ પુસ્તક (કવિતા)નું ગુજરાતી સાહિત્ય અકાદેમીનું પ્રથમ પારિતોષિક ૩. દેશાટન (વિશ્વકવિતાના અનુવાદગ્રંથ)ને વર્ષ ૨૦૧૧-૧૨ના શ્રેષ્ઠ પુસ્તક (અનુવાદ)નું ગુજરાતી સાહિત્ય અકાદેમીનું પ્રથમ પારિતોષિક ૫. બનારસ ડાયરી (કાવ્યસંગ્રહ)ને નર્મદ ચંદ્રક, ૨૦૧૯ ૬. નાચિકેતસૂત્ર (કાવ્યસંગ્રહ)ને કુસુમાંજલિ સાહિત્ય સમ્માન ૨૦૧૯ (ગુજરાતી ભાષાના ઉત્તમ ગ્રંથ માટે, શ્રી ગુલામમોહમ્મદ શેખ સાથે સાહિયારું)
(અન્ય કૃતિલક્ષી) ૧. બ. ક. ઠાકોર કવિતા પુરસ્કાર (વર્ષ ૧૯૭૪ દરમિયાન ‘કવિલોક’માં પ્રકટ સૉનેટ માટે) ૨. કવિલોકનું બાબુલ હિમાંશુ પારિતોષિક ૨૦૦૧ (‘કવિલોક’માં પ્રકટ ‘પદપ્રાંજલિ’-ગીતો માટે) ૩. અરવિંદભાઈ ચીમનભાઈ આધ્યાત્મિક પારિતોષિક (‘કુમાર’ ૨૦૧૫માં પ્રકટ ગીત માટે) ૪. શ્રેષ્ઠ કાવ્ય પુરસ્કાર (‘પરબ’માં પ્રગટ ગઝલ-ગુચ્છ ‘ઘરવખરી’ માટે) ૫. સમર્પણ સન્માન ૨૦૧૮-૧૯ (‘નવનીત સમર્પણ’માં એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ દરમિયાન પ્રગટ શ્રેષ્ઠ કૃતિ માટે) ૬ સોહમ્ સ્મારક પુરસ્કાર (‘નવનીત સમર્પણ’માં મે ર૦૦૭થી એપ્રિલ ર૦૦૮ દરમિયાન પ્રગટ શ્રેષ્ઠ કૃતિ માટે) પ્રકીર્ણ ૧ ‘સુનો ભાઈ સાધો’, ‘તાંબુલ’, ‘પદપ્રાંજલિ’ અને ‘ધ્રિબાંગસુંદર એણીપેરે ડોલ્યા’ વિવિધ યુનિ.માં પાઠ્યપુસ્તક તરીકે ૨. અન્ય લેખન : ગણતરીની ટૂંકી વાર્તાઓ અને સર્જનાત્મક નિબંધો ૩. કળાવિષયક લેખન : અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં ગણતરીના કળાવિષયક લેખો ૪. થોડાક આંતરરાષ્ટ્રિય Who’s Whoમાં ઉલ્લેખ ૫. અંગ્રેજી અનુવાદમાં થોડાંક કાવ્યો માટે જુઓ : www.poemhunter.com અને www.poetryindia.com ૬. ગુજરાત સાહિત્ય અકાદેમી દ્વારા નિર્મિત ટૂંકી કવિ-પરિચાયક ફિલ્મ ‘યુ-ટ્યુબ’ પર. ૮. કાવ્યાનુવાદ, અન્ય ભાષાઓમાં : અંગ્રેજી, જર્મન, હિન્દી, મરાઠી, બંગાળી મલયાલમ અને કન્નડમાં અનુવાદ, વિભિન્ન અનુવાદકો દ્વારા. ૯. જર્મન અને દક્ષિણ એશિયાઈ ભાષાઓની કવિતાઓના પરસ્પર અનુવાદો માટે ગથે ઇન્સ્ટિટ્યૂટના કાર્યક્રમ ‘પોએટ્સ ટ્રાન્સ્લેટીંગ પોએટ’માં સહભાગિતા, ૨૦૧૫. આ પ્રકલ્પમાં અનુદિત કાવ્યો માટે જુઓ લિન્કઃ http://cms.goethe.de/ins/in/lp/prj/ptp/deindex.htm ૧૦. મુંબઈ ખાતે ગથે ઇન્સ્ટિટ્યૂટ, મેક્સમૂલર ભવન, મુંબઈ આયોજિત પીટીપી પોએટ્રી ફેસ્ટિવલ ૨૦૧૬માં સહભાગિતા
વિશેષ સાહિત્યિક આયોજન આણંદ ખાતે પ્રતિપદા – અનુ-આધુનિક કવિતાનો ઉત્સવનું આયોજન તથા પ્રાયોજન – જેમાં બે દિવસના કાવ્યમેળામાં અનુ-આધુનિક કાળના ૧૭ ચુનંદા કવિઓએ કાવ્યપાઠ કર્યો હતો તથા ૪ સુખ્યાત વિવેચકોએ આ કાવ્યો પર વિવેચનાત્મક વ્યાખ્યાનો આપ્યાં હતાં. એ પ્રસંગનું દસ્તાવેજીકરણ કરતો સંદર્ભગ્રંથ ‘પ્રતિપદા’ અભ્યાસીઓનું ધ્યાન ખેંચી રહ્યો છે.

કાવ્યપાઠ-યાત્રા : યુ.એસ.એ. ૨૦૦૩ કેનેડા ર૦૦૩ યુ.કે. ૨૦૦૨ જર્મની-૨૦૧૬

સંપર્કઃ ‘સુમિરન’, ૯/ એ, સૌરમ્ય બંગલોઝ, વિનુકાકા માર્ગ, બાકરોલ ૩૮૮૩૧૫ જિલ્લો : આણંદ મો. ૯૮૨૪૫ ૧૧૯૬૧ e-mail: sumiran૧૯૫૩@yahoo.com