‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વિભાગ ૪ : વ્યાપક સંદર્ભો (૪૫ પત્રો)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિભાગ ૪
વ્યાપક સંદર્ભો

[વિશિષ્ટ ચર્ચા, લેખકોને રોયલ્ટી, પુસ્તક નિર્માણ-મુદ્રણ, જોડણી આદિ વ્યાપક સંદર્ભો]

સમીક્ષા વિશે મૂળ પુસ્તકના લેખક સિવાયના અભ્યાસીને પણ કંઈ કહેવા જેવું લાગે તો એવા પ્રતિભાવોને પણ પ્રત્યક્ષમાં સ્થાન મળેલું છે. સાહિત્ય વિશે, પ્રકાશન વિશે કેટલીક ચર્ચા-યોગ્ય મુદ્દાઓ વિશે રસપ્રદ ચર્ચાપત્રો પ્રત્યક્ષમાં છપાયેલાં છે. લેખકોને પુરસ્કાર અંગે પુસ્તકોના મુદ્રણ અંગે, જોડણી વિશે તો ઠીકઠીક ચર્ચા ને પ્રતિચર્ચા થયેલી છે – સાહિત્યનું વાતાવરણ કેવું જીવતું હતું ત્યારે એનો અંદાજ એ પરથી આવે છે.