બે હજાર ચોવીસ સમક્ષ/અનુ-આધુનિક વાર્તામાં ગ્રામચેતના – નીતિન પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 16: Line 16:
આ સંશોધનના મુખ્ય એવા આ પ્રકરણમાં પ્રથમ તો વાર્તાસંખ્યાનું સાતત્ય જાળવ્યું નથી. મણિલાલ હ. પટેલની આઠ અને બાકીના ત્રણ વાર્તાકારોની બે બે ટૂંકી વાર્તાઓ પસંદ કરવામાં આવી છે.  મણિલાલ હ. પટેલની આઠ ટૂંકી વાર્તાઓમાંથી છમાં પ્રગટ રીતે અને બેમાં અપ્રગટ રીતે પટેલ સમાજની વાત આવે છે, એટલે અહીં આ વિસ્તારની ગ્રામચેતનાનું એકાંગી ચિત્ર મળે છે. વાર્તાસમીક્ષાની ભાતમાં કોઈપણ જાતનું સાતત્ય જાળવવામાં આવ્યું નથી. દરેક વાર્તાના વિવરણમાં સર્જકનું નામ દોહરાવવાની જરૂર નથી. ઉપરાંત કોઈપણ પ્રકારના તારણ સુધી પહોંચ્યા વિના જ દરેક વાર્તાનો અહેવાલીય આલેખ દોરી આપવાથી આગળ સંશોધક જઈ શક્યા નથી. અલબત્ત આમાં પણ એકસૂત્રતા તો જાળવી નથી. જેમકે કિરીટ દૂધાતની અહીં પસંદ કરેલી પહેલી વાર્તા ‘ભાઈ’નું વિવરણ કરી પછી ‘લીલ’ વાર્તાનું વિવરણ છે. એના આરંભે સંશોધક એ કેવા વાર્તાકાર છે, એમણે કયાકયા  અને ક્યારેક્યારે સંગ્રહો આપ્યા, એમાં કઈકઈ વાર્તાઓ નોંધપાત્ર છે – તેવી બાબતો આપવા બેસે છે; જે ખરેખર આપવી જરૂરી હોય તો પહેલી વાર્તાના આરંભે આપવી જોઈએ. જુઓ પૃ. ૭૩. આમ હોવાના કારણે આ આખું પ્રકરણ આ શોધનિબંધમાંથી છટકીને સ્વતંત્ર રીતે સમયાન્તરે કરેલા આસ્વાદો જેવું બની રહે છે. કોઈપણ સર્જકવિશેષને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરતા હોઈએ ત્યારે એમની વાર્તાઓના વિષયવસ્તુનું, પાત્રોનું, ઘટના-બનાવનું વિવરણ કરવાનો કોઈ અર્થ હોતો નથી. અહીં એમની વાર્તાઓ ગૌણ છે એ વાર્તાઓમાં અનુઆધુનિકતા અને ગ્રામચેતના ક્યાં કેવી રીતે પ્રગટે છે એ જ એમના વિવરણનો મૂળ હેતુ હોવો જોઈએ – જે આ આખા સંશોધનમાં ગેરહાજર છે.  

છેલ્લું પાંચમું પ્રકરણ ‘તારણો અને ઉપસંહાર’ છે. આરંભે ગુજરાતી ટૂંકી વાર્તાઓનો સામયિક આલેખ આપી, ‘ગ્રામચેતના’ એવું પેટાશીર્ષક આપી ફરીફરી ગ્રામપરિવેશની ખાસિયતો આપવા લાગે છે, જે મોટાભાગનાં પ્રકરણોમાં એકથી વધુ વાર આવી ગઈ છે. પછી ગ્રામચેતનાવાળી વાર્તાઓ આપનાર મણિલાલ હ. પટેલને કેન્દ્રસ્થાને રાખીને વાત આગળ ચાલે છે, પછી ટૂંકમાં બાકીના ત્રણ વાર્તાકારોની વાત એવી રીતે જ ઉભડકિયાં વિધાનો કરીને આટોપવામાં આવે છે. જુઓ પૃ. ૯૪. વળી પાછું યાદ આવી જતાં ‘મણિલાલ હ. પટેલની વાર્તાકલા વિશેનાં કેટલાંક તારણો અને નિરીક્ષણો’ એવું પેટાશીર્ષક આપે છે. (આ શીર્ષકમાં પણ ભૂલ છે. ખરેખર ‘નિરીક્ષણો અને તારણો’ એવો ક્રમ હોવો જોઈએ. પહેલાં નિરીક્ષણ થાય પછી તારણ આપી શકાય ને?) હદ તો ત્યાં કરી છે કે આ શીર્ષકતળે એમણે બાકીના ત્રણ વાર્તાકારોની વાર્તાવિશેષતાને પણ આવરી લીધી છે.  

સંશોધનગ્રંથમાં અનિવાર્ય એવી સંદર્ભનોંધમાં ક્યાંય એકસૂત્રતા રાખવામાં આવેલી નથી. અહીં બે પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. પહેલામાં આ સંશોધનમાં જે વાર્તાકારોની વાર્તાઓ લેવામાં આવી છે એના સંદર્ભો આપવામાં આવ્યા છે. ખરેખર તો સમાવેલી ચાર વાર્તાકારોની ચૌદ વાર્તાઓ જે-તે સર્જકના વાર્તાસંગ્રહમાં છે. તેમ છતાં મણિલાલ હ. પટેલના ‘બાપાનો છેલ્લો કાગળ’ સિવાય એક પણ વાર્તાકારના સંગ્રહનું નામ નથી કે વાર્તાને અંતે સંદર્ભ આપેલો નથી. જોકે મણિલાલની પસંદ કરેલી આઠ વાર્તાઓ એમના ત્રણ વાર્તાસંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. જ્યારે કિરીટ દૂધાતના વાર્તાસંગ્રહ ‘આમ થાકી જવું’નો સંદર્ભ બીજા પરિશિષ્ટમાં છે. જોકે કિરીટ દૂધાતની અહીં પસંદ કરેલી બે વાર્તાઓ તો એમના પહેલા વાર્તાસંગ્રહ ‘બાપાની પીંપર’માંથી લેવામાં આવી છે. આ સંગ્રહનો સંદર્ભ ક્યાંય આપેલો નથી.  

મહદંશે મણિલાલ હ. પટેલની વાર્તાઓને જ લક્ષ્ય કરીને ચાલતા આ સંશોધનમાં સંશોધકે આ સર્જકના આ સ્વરૂપ અને આ જ વિષય પર અગાઉ થઈ ગયેલાં સંશોધનો ધ્યાનમાં લીધાં નથી.    જેમકે ગંધર્વકુમારી બી. પટેલે ‘મણિલાલ હ. પટેલની વાર્તાઓમાં ગ્રામચેતનાનું આલેખન’ વિષય પર ૨૦૦૧માં અને ગિરીશભાઈ ડી. ચૌધરીએ  ‘મણિલાલ હ. પટેલની વાર્તાઓમાં ઊપસતી નારીની છબી’ વિષય પર ૨૦૦૬માં મહાશોધનિબંધ લખેલા છે. [સંદર્ભ માટે જુઓ ‘મણિમુદ્રા’ સં. હસિત મહેતા, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ પ્ર. આ. ૨૦૧૫, પૃ. ૪૭૦.]

અહીં ભાષાદોષો, વાક્યરચનાદોષો, હકીકત-દોષો, સંદર્ભનોંધોમાં અતંત્રતા કે અધૂરી વિગતો, ખોટી વિગતો એટલી બધી છે કે એ બતાવવા બેસું તો લેખ ખૂબ લાંબો થઈ જાય તેમ છે.

Navigation menu