બે હજાર ચોવીસ સમક્ષ/ફકીરની પાળ – સમીરા દેખૈયા પત્રાવાલા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 12: Line 12:
‘વાવણી’ વાર્તામાં નાયકનો ગામડા સાથેનો અનુબંધ કેવી રીતે જોડાય છે તેનું ચિત્રણ આસ્વાદ્ય છે. મુંબઈ જેવા મહાનગરમાંથી નાયકને પિતાની સાથે એમની આખરી ઇચ્છા પૂરી કરવા આવવું પડે છે. અહીં એને બહુ જ કંટાળો આવે છે. સમય જાણે આગળ વધવાનું નામ જ નથી લેતો. કાકા-કાકીનો સ્નેહ, પપ્પા અને કાકાની નાનપણની, યુવાનીની, સગાઓની, મિત્રોની યાદોની અઢળક વાતો, ગામડાનો પરિવેશ – એને ખબર પણ ન પડે એમ ધીમેધીમે ગામડું એના પર પ્રભાવ પાડે છે. આંબલીના ઝાડની એક ડાળખી રસોડાની ચીમનીને નડતી હતી જેને કારણે ધુમાડો જલદી બહાર નીકળતો ન હતો. કાકીને રાહત થાય એ માટે એ ડાળખી કાપી નાંખે છે પણ કાકી ખુશ થવાને બદલે દુઃખી થઈ જાય છે કારણમાં તે કહે છે કે – ભાભી તને આયાં હીંચકો બાંધીને રમાડતાં. સ્મૃતિઓનું મહત્ત્વ નાયકને સમજાય છે. પપ્પાના અવસાન પછી નાયક માની કબર પર ખીલેલા મરવામાંથી થોડો મરવો લઈ આવે છે અને જેની ડાળી કાપી નાખી હતી તે જગ્યાએ વાવી દે છે. મુંબઈ પાછા આવ્યા પછી નાયકને જાણે દૂરથી એક અવાજ સંભળાય છે, જાણે કહેતો હોય – ‘ભાઈ, જલદી પાછો આવજે, આ મરવો પાણી માંગે છે.’ (પૃ. ૧૨)

સાંપ્રત સમયમાં સ્ત્રી ઘણાં ક્ષેત્રે સ્વતંત્ર રીતે વિકસી છે છતાં આધુનિકતાના ઉપલા સ્તર નીચે ગોપિત પરંપરા અને રૂઢિચુસ્તતા આજે પણ સ્ત્રીને અન્યાય કરે છે. ‘સિલવટ’, ‘છાંટા’, ‘રોટલી’ વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. ત્રણેય વાર્તાઓમાં લેખકે નારીના આંતરમનને આગવી રીતે વ્યક્ત કર્યું છે. ‘સિલવટ’ વાર્તા નારીપાત્રના સંકુલ અને અટપટા પ્રદેશોને ઉજાગર કરે છે. નાયિકા ઝાયનાની એકલતા, ખાલીપો, સ્મૃતિઓની ભીંસ, ક્રિયા-પ્રતિક્રિયા બધું જ બારીકાઈથી આલેખાયું છે. સિલવટ એટલે કે કરચલી માત્ર પલંગ પરની ચાદર પર નહીં, ઝાયનાના શરીર પર, તૂટી ગયેલા ઉત્કટ પ્રેમસંબંધ પર જ નહીં  ચિત્તમાં પણ, પડેલી છે. એક માત્ર બિલાડી સુઝી છે જેની પર ઝાયના પોતાની અકળામણ કાઢે છે. વાર્તાન્તે સુઝીને પકડીને એ એવી રીતે ભીંસી લે છે કે – ‘અચાનક આવા વર્તનથી સુઝી પ્રખર વેગથી બારી તરફ ધસીને બારીનો દરવાજો ખોલતી બહાર નાસી. સુઝીને અટકાવવાના નિષ્ફળ પ્રયત્ન કરતી ઝાયના પલંગ પર પટકાઈ. ભ્રમણ-ઘમણ-આરોહ-અવરોહ-ગતિ-શ્વાસ-ઉચ્છવાસ.’ (પૃ. ૬૫) નાયિકાની અધૂરપ વાર્તાકારે તીવ્ર સંવેદનાથી વ્યક્ત કરી છે.

‘છાંટા’ વાર્તાનું વિષયવસ્તુ જુદું છે. માસિક ધર્મ દરમ્યાન વહુ પ્રિયા અને નૈના જ નહીં, સાસુ પણ અલાયદી ઓરડીમાં રહે છે. ફોજમાં ભરતી થયેલો પ્રિયાનો પતિ અવધ આવે છે ત્યારે માના ચુસ્ત નિયમને કારણે પત્નીના હાથને પણ સ્પર્શી શકતો નથી અને પ્રિયા જાતીય સુખથી વંચિત રહે છે. નૈના બિમાર હોવાને કારણે પિયર છે. એના પતિ યજુરના ચહેરા પર જુદાઈ દેખાય છે. પતિની આતુરતાથી રાહ જોતી પ્રિયાને સમાચાર મળે છે કે ઇમર્જન્સી ડ્યૂટી પર જવાનું હોવાથી પતિ આવી શકે તેમ નથી. વાર્તાન્તે જ્યારે બા ઓરડીમાં હોય છે ત્યારે જે બને છે એને વાર્તાકાર સાંકેતિક રીતે નિરૂપે છે. ‘યજુર અને પ્રિયાના બે અલગ-અલગ ઓરડાઓ એક થઈ તૃપ્તિના તરંગો વેરી રહ્યા હતા. ઓરડામાંથી બહાર નીકળતી પ્રિયાના ભીના વાળમાંથી ઊડતી વાછંટ નૈનાનાં સુક્કાં કપડાં પર સુખના છાંટા વેરતી હતી. (પૃ. ૫૩) વાર્તાકારે એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે વાર્તાનો આ અંત અસ્વાભાવિક નથી લાગતો. અહીં પ્રચ્છન્નપણે આ પ્રકારની રૂઢિચુસ્તતા કેવાં પરિણામો લાવી શકે એ પણ સૂચવાયું છે.  

‘રોટલી’ વાર્તાનું વસ્તુ જાણીતું છે પણ વાર્તાકાર એને જે રીતે નિરૂપે છે તે આસ્વાદ્ય છે. દારૂડિયા પતિને પરણેલી અભણ પુષ્પા આઠ વર્ષની દીકરી ચકુને ભણાવવા માગે છે પણ એના જેઠ તો ચકુનું સગપણ નક્કી કરીને આવે છે અને ચકુએ નિશાળમાં કક્કાની જગ્યાએ રસોડામાં રોટલી બનાવતાં શીખવા બેસવું પડે છે. આટલી મોટી છોકરીને રોટલી ગોળ બનાવતાં નથી આવડતી એવું જેઠનું મહેણું પુષ્પાને એવું લાગી જાય છે કે તે ચકુને રસોડામાં પૂરીને મારવાનું નાટક કરે છે અને ઊંચા અવાજે પોતા સાથે જે વીતી ગયું છે એની હૈયાવરાળ ઠાલવતી જાય છે. પુષ્પાનું આ રૂપ જોઈને જેઠ ભાગી જાય છે અને પતિનો નશો ઊતરી જાય છે ને એ બોલી ઊઠે છે ‘માંય ગઈ રોટલી... મારે કોઈને નથી દેવી... બારે નીકળ તું... માંય ગઈ રોટલી.’ (પૃ. ૩૯) આમ, પુષ્પાની આ યુક્તિ કારગત નીવડે છે અને આ રહસ્ય પ્રગટ થતાં વાચકના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે.

‘દરવાજે કોઈ આવ્યું હતું, કોણ એ ખબર નહીં’ વાર્તામાં સાંપ્રતની સળગતી સમસ્યા વિશિષ્ટ દૃષ્ટિકોણથી પ્રગટ થઈ છે. બધી જ્ઞાતિઓના લોકો એકબીજા સાથે હળીમળીને રહે, બધાંના તહેવારો સાથે ઉજવાય એવા સમૃદ્ધ વાતાવરણમાં મોટી થયેલી નાયિકાને મુસ્લિમ હોવાને કારણે ઘર મેળવવા માટે દોડધામ કરવી પડે છે. નાયિકાને થતા સતત અપમાન, અવહેલના અને ઉપેક્ષાના અનુભવની સમાંતરે કોઈક એવું આવે છે જે નાયિકાને ઘર ગોઠવવામાં મદદ કરે છે જે આ સમસ્યાઓ વચ્ચે સધિયારો બની જાય છે. જો કે દરેક પેરેગ્રાફની શરૂઆતમાં પુનરાવૃત્ત થતું વાક્ય ‘દરવાજે કોઈ આવ્યું હતું, કોણ એ ખબર નહીં.’ વાર્તાની અનિવાર્યતા બનીને નથી આવતું.

Navigation menu