32,008
edits
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
વર્ષો પહેલાં ડાલ(કે ડેલ) કાર્નેગીનું પુસ્તક ‘How to win friends and influence People’ પ્રસિદ્ધ થયું હતું. ઈ.સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનો જગતભરમાં પ્રભાવ પડ્યો હતો. ગુજરાતી ભાષામાં ‘જિંદગી જીવવાની જડીબુટ્ટી’ નામે આ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ ગુજરાતી અનુવાદની પણ ઘણી આવૃત્તિઓ થઈ હતી. અત્યારે ‘લોકવ્યવહાર’ નામે આ પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. જીવન જીવવાની કળા શીખવતું આ કદાચ પહેલું પુસ્તક હતું. આ પછી વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવાં પ્રેરણાદાયી પુસ્તકોનો ગુજરાતી ભાષામાં રીતસરનો પ્રવાહ શરૂ થયો. આ પ્રવાહમાં મૌલિક પુસ્તકો પણ છે ને અનુવાદિત પુસ્તકો પણ છે. યુવાપેઢી માટે કારકિર્દી-નિર્માણનું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડતાં આવાં પુસ્તકો વંચાય છે – વેચાય છે. | વર્ષો પહેલાં ડાલ(કે ડેલ) કાર્નેગીનું પુસ્તક ‘How to win friends and influence People’ પ્રસિદ્ધ થયું હતું. ઈ.સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનો જગતભરમાં પ્રભાવ પડ્યો હતો. ગુજરાતી ભાષામાં ‘જિંદગી જીવવાની જડીબુટ્ટી’ નામે આ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ ગુજરાતી અનુવાદની પણ ઘણી આવૃત્તિઓ થઈ હતી. અત્યારે ‘લોકવ્યવહાર’ નામે આ પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. જીવન જીવવાની કળા શીખવતું આ કદાચ પહેલું પુસ્તક હતું. આ પછી વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવાં પ્રેરણાદાયી પુસ્તકોનો ગુજરાતી ભાષામાં રીતસરનો પ્રવાહ શરૂ થયો. આ પ્રવાહમાં મૌલિક પુસ્તકો પણ છે ને અનુવાદિત પુસ્તકો પણ છે. યુવાપેઢી માટે કારકિર્દી-નિર્માણનું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડતાં આવાં પુસ્તકો વંચાય છે – વેચાય છે. | ||
આ પ્રકારનાં પુસ્તકોમાં ચિંતન અવશ્ય હોય છે; પરંતુ, જેને આપણે તત્ત્વચિંતન કહીએ છીએ એવા પ્રકારના ચિંતનની અહીં વાત નથી હોતી. અહીં જીવનની વાસ્તવિકતાઓના પરિપ્રેક્ષ્યમાં જીવનને સરસ રીતે કેમ ગોઠવી શકાય એનું સરળ ને સાચું માર્ગદર્શન અપેક્ષિત છે. આપણાં સર્જકોએ આ પ્રકારનું સાહિત્ય રચવા તરફ ખાસ ઉમળકો બતાવ્યો નથી. આપણું તત્ત્વચિંતનનું સાહિત્ય ઘણું સમૃદ્ધ છે ને ગુજરાતી ચિંતનસાહિત્યની દીર્ઘ ઉજ્જ્વળ પરંપરા છે. આ અંગેનું વાજબી ગૌરવ અનુભવ્યા પછી પણ સર્જકો માટે રોજબરોજના જીવનની માર્ગદર્શિકાઓની અપેક્ષા રહે છે. | આ પ્રકારનાં પુસ્તકોમાં ચિંતન અવશ્ય હોય છે; પરંતુ, જેને આપણે તત્ત્વચિંતન કહીએ છીએ એવા પ્રકારના ચિંતનની અહીં વાત નથી હોતી. અહીં જીવનની વાસ્તવિકતાઓના પરિપ્રેક્ષ્યમાં જીવનને સરસ રીતે કેમ ગોઠવી શકાય એનું સરળ ને સાચું માર્ગદર્શન અપેક્ષિત છે. આપણાં સર્જકોએ આ પ્રકારનું સાહિત્ય રચવા તરફ ખાસ ઉમળકો બતાવ્યો નથી. આપણું તત્ત્વચિંતનનું સાહિત્ય ઘણું સમૃદ્ધ છે ને ગુજરાતી ચિંતનસાહિત્યની દીર્ઘ ઉજ્જ્વળ પરંપરા છે. આ અંગેનું વાજબી ગૌરવ અનુભવ્યા પછી પણ સર્જકો માટે રોજબરોજના જીવનની માર્ગદર્શિકાઓની અપેક્ષા રહે છે. | ||
શ્રી મનસુખ સલ્લાનું પુસ્તક ‘વયસ્કતાનો વૈભવ’ આ દિશાની મજબૂત પહેલ છે. શ્રી સલ્લા સાહિત્યકાર છે તેમ કેળવણીના ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર અર્પણ છે. લોકભારતી સણોસરાની ગ્રામવિદ્યાપીઠમાં એમણે અધ્યાપક, ઉપાચાર્ય અને આચાર્ય તરીકે ઉત્તમ કામગીરી કરી હતી. | |||
આ પુસ્તકની ગુણવત્તાનું મુખ્ય કારણ આમ શ્રી સલ્લાનું સાહિત્યકાર અને કેળવણીકાર – બંને હોવું તે છે. આ બેમાંથી એક પાસું ગેરહાજર હોત તો આ પુસ્તક આટલું ગુણસમૃદ્ધ ન બન્યું હોત. નિબંધસ્વરૂપની સુશ્લિષ્ટતા તેમજ સાદગીભર્યું સૌંદર્ય એમની સાહિત્યકાર તરીકેની અને મુદ્દાની છણાવટની કળા, એમની કેળવણીકારની નરવી દૃષ્ટિનું પરિણામ છે. | આ પુસ્તકની ગુણવત્તાનું મુખ્ય કારણ આમ શ્રી સલ્લાનું સાહિત્યકાર અને કેળવણીકાર – બંને હોવું તે છે. આ બેમાંથી એક પાસું ગેરહાજર હોત તો આ પુસ્તક આટલું ગુણસમૃદ્ધ ન બન્યું હોત. નિબંધસ્વરૂપની સુશ્લિષ્ટતા તેમજ સાદગીભર્યું સૌંદર્ય એમની સાહિત્યકાર તરીકેની અને મુદ્દાની છણાવટની કળા, એમની કેળવણીકારની નરવી દૃષ્ટિનું પરિણામ છે. | ||
આ લેખો ‘દિવ્ય ભાસ્કર’ની કૉલમ રૂપે લખાયા હતા. કૉલમલેખન ચોક્કસ પ્રકારની શિસ્ત માગે છે. લેખકના સ્વૈરવિહારને એમાં અવકાશ નથી હોતો. આ કારણે સાહિત્યસ્વરૂપની ચુસ્તી જાળવવાનું અનિવાર્ય બને છે; ચુસ્તીની આ કાળજી અહીં સહજપણે લેવાઈ હોય એવું પ્રતીત થાય છે. | આ લેખો ‘દિવ્ય ભાસ્કર’ની કૉલમ રૂપે લખાયા હતા. કૉલમલેખન ચોક્કસ પ્રકારની શિસ્ત માગે છે. લેખકના સ્વૈરવિહારને એમાં અવકાશ નથી હોતો. આ કારણે સાહિત્યસ્વરૂપની ચુસ્તી જાળવવાનું અનિવાર્ય બને છે; ચુસ્તીની આ કાળજી અહીં સહજપણે લેવાઈ હોય એવું પ્રતીત થાય છે. | ||