બે હજાર ચોવીસ સમક્ષ/શરત – ધરમાભાઈ શ્રીમાળી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 18: Line 18:
વાર્તા વર્તમાન અને ભૂતકાળની ભેળસેળ સાથે આરંભાય છે. અંતરિયાળ ગામમાં આખો દિવસ રખડીને આવેલો, થાકેલો, તાવમાં ધખતો દેવરામ ખાટલી પર આડો પડ્યો છે, પાસે આછું તાપણું તપી રહ્યું છે અને એના કાનમાં ગૂંજે છે, ‘પંખીકાકા ...રોટલા ખાઈન જા... ઘણા દાડે ભાળ્યા!’ (પૃ. ૫૦) નાયકની આસપાસ વીંટળાતા બીડીના ધુમાડા વચ્ચે લેખક દેવરામની વાત માંડે છે. તૃતીય પુરુષ દૃષ્ટિકોણથી લખાયેલી આ વાર્તામાં લેખક આસપાસના પરિવેશનું તાદૃશ્ય ચિત્રણ, પાત્રોનાં વર્ણન દ્વારા એમની વિશેષતાઓ, લોકોની ગુસપુસમાં ડોકાઈ જતી સંતીના ઘરની વાસ્તવિક પરિસ્થિતિ, દેવરામની મનઃસ્થિતિ અને બનતી ઘટનાઓનું લાઘવપૂર્વક નિરૂપણ કરી શક્યા છે.

અહીં બદલાયેલા સમયને કારણે બદલાયેલા માનવ-સંઘર્ષ અને સમાજની માનસિકતાને તાકતી દલિત તથા લલિત વાર્તાઓ પણ છે.

‘પવલાનું ભૂત’ વાર્તા શહેરમાં હીરા ઘસતા ભરત અને એની પત્ની તારાની છે. સાધારણ સ્થિતિના પિતાએ તારાને પરણાવી. દીકરી થયા પછી ભરતના રંગ-ઢંગ બદલવા લાગ્યા. સાથે કામ કરતા પવલાના રવાડે ચડી દારૂ પીવો, અને સસરા પાસે બાઇક માટે પૈસા મંગાવવા, પત્નીને મારઝૂડ કરી પાડોશમાં ધજાગરા કરવા એ જ એની આદત બનતી જતી હતી. વાર્તાના આરંભે પતિ રાતે ઘેર આવી ચૂપચાપ જમીને સૂઈ ગયો પણ તારા સતત દહેશતમાં કે હમણાં બાઇક માટે ફરી મારઝૂડ કરશે. પરંતુ આજે ભરતનું ચિત્ત ચગડોળે ચડ્યું હતું. બજારમાં પવલાની પત્ની મળેલી. કહે, ‘ટૂંપો ખાવાનું મન થાય છે, ભરતભાઈ... પણ છોકરા સામે જોઈને કશું કરી શકતી નથી. તમે એમના વાદે ના ચડતા. હાથ જોડું છું. તારાબહેન તો બિચારાં ગાય જેવાં છે.’ (પૃ. ૬૫) વાત આટલી જ ન હતી. પવલો કારખાનાના શેઠ પાસેથી ઉપાડ કરતો રહેતો અને પાછા આપવાની વાતે ધમકી આપતો કે આત્મહત્યા કરીશ અને તમારા નામની ચિઠ્ઠી મૂકતો જઈશ! આજે ભરતને પવલાની નીચતાની હદ દેખાઈ ગઈ. પતિ ઊઠીને પત્નીના દેહનો વેપાર કરે? આખી રાત ભરત સૂઈ નથી શકતો. ઘડીમાં પવલાની પત્નીનો નિસ્તેજ ચહેરો દેખાતો તો ઘડીમાં એમાં તારાનો ચહેરો! લટકતી લાશ અને દીકરી... સવાર પડતાં ભરતનો નવો જન્મ થાય છે જાણે! ‘ચલ, તને મૂકી જાઉં ...!’ ભરત દીકરીને સ્કૂલે મૂકી જવાની વાત કરે છે પણ તારા સમજે છે કે બાપ પાસેથી બાઇકના પૈસા લાવી નથી શકી, માટે પિયર મૂકી આવવાની વાત કરે છે. એ બોલી પડે છે, ‘ખબરદાર! જો આગળ વધ્યા છો તો ...હું મારી દીકરી, મારું ઘર છોડી બાપના ઘરે નથી જવાની. મારી નાખો તો મરી જઈશ...’ (પૃ. ૬૯) પરંતુ આ સુખાંત પણ તારા માટે બીકળવો છે! પતિના બદલાયેલા રૂપને સ્વીકારવામાં બઘવાઈ જતી, દીકરીને છાતીએ વળગાડતી પત્નીના મનમાં કેટલી હદે પતિનો આતંક હશે એનો ચિતાર જોઈ શકાય છે.

આ સઘળી વાર્તાઓ વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની જાણીતી ઓળખને જાળવી રાખે છે. જીવંત પરિવેશ, ભાવસંઘર્ષમાં ડૂબતાં-તરતાં પાત્રો અને તળની બોલીનો વ્યંજનાપૂર્ણ વિનિયોગ. ધરમાભાઈની વાર્તાઓની એ બધી વિશેષતાઓ અહીં પણ જોઈ શકાય છે. એમની વાર્તાકળા કોઈપણ પ્રકારના ધખારા વિના વાર્તામાં સહજ રીતે ઓગળીને માનવસંવેદનને સોસરવું તાકે છે. જે તે પરિવેશમાં જીવતાં પાત્રોના આંતર-બાહ્ય સંઘર્ષને સ્થાનિક બોલીના સ્પર્શવાળી ભાષા, રૂઢિપ્રયોગો, કહેવતો, લહેકાઓ અને કાકુઓ દ્વારા વાર્તાને પ્રતીતિજનક બનાવે છે. સહજ  રીતે આવતાં પ્રતીકો અર્થને દૂર સુધી વ્યંજિત કરે છે. કલ્પનો દ્વારા લેખક ત્રણત્રણ નિશાન સાધે છે, જેવા કે પ્રસંગ-વર્ણન, પાત્રોની આંતર-વિરોધી વિલક્ષણતાઓનું નિરૂપણ અને સૂક્ષ્મ-સંકુલ ભાવોના સંઘર્ષનું ગતિશીલ તથા મર્મસ્પર્શી ચિત્રણ. પરંતુ કહેવું જોઈએ કે આ સંગ્રહમાં વિષયની વ્યાપકતા જેટલી પ્રભાવક છે એટલી વાર્તાકળા નથી. ક્યારેક તો એમ લાગે કે કોઈ એક વિચાર કે કોઈ એક થીસિસની સ્થાપના માટે વાર્તા લખવાને બદલે લેખ લખી શકાયો હોત.

આપણે જાણીએ છીએ કે ધરમાભાઈ દલિત લેખક છે. ખાસ વિચારધારાને વરેલા છે. પરંતુ  ‘શરત’ સંગ્રહમાં એમણે દલિત સિવાયના વિષયોને પણ આવરી લીધા છે. દલિત-લલિત બંનેના જીવન-સંઘર્ષને લેખક એક નિસબતથી જુએ છે. કહેવું જોઈએ કે ધરમાભાઈને વાર્તા-કળા હાથવગી છે. પોતાના પરિવેશનો ઊંડો અનુભવ, જીવંત પાત્રો અને ગ્રામપ્રદેશમાં બોલાતી ભાષા સાથે એમનો વિશેષ ઘરોબો છે. ઘણી વાર એવું બને કે હથોટી આવી જતાં લેખક વાર્તાક્ષણને સેવવા રોકાય નહીં અને વાર્તા લખી નાખે. પરંતુ સંગ્રહ કરતી વખતે જો લેખક થોડા નિર્મમ થઈ શક્યા હોત તો સંગ્રહ વધુ માતબર થઈ શક્યો હોત. ‘શરત’ સંગ્રહની અઢાર વાર્તાઓમાં લગભગ સાતેક નીવડેલી વાર્તાઓ જરૂર મળે છે. પરંતુ ધરમાભાઈ પાસેથી વધુ સારી વાર્તાઓની અપેક્ષા રહે છે.

Navigation menu